હાઇડ્રોકાર્બન વડે થતું ક્ષોભ-આવરણનું પ્રદૂષણ ટૂંકમાં સમજાવો.
હાઇડ્રોકાર્બન સંયોજનો કાર્બન અને હાઇડ્રોજન પરમાણુના બનેલા હોય છે. તેઓ વાહનોમાં ઈંધણના અપૂર્ણ દહનથી ઉત્પન્ન થાય છે.
હાઇડ્રોકાર્બન સંયોજનો કૅન્સરપ્રેરક પદાર્થ છે. તેઓ છોડની પેશીઓને તોડીને કાલપકવન (ઘડપણ) દ્વારા પર્ણો, ફૂલો અને કાંટા પર આવરણ બનાવીને છોડને નુકસાન પહોંચાડે છે.
તમે તમારા ખેતરમાં અથવા બગીચામાં કોમ્પોસ્ટ બનાવવાના ખાડા તૈયાર કરેલા છે. ઉત્તમ કોમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયાની ચર્ચા દુર્ગધ, માખીઓ તથા નકામા પદાર્થોના પુનર્યક્રણના સંદર્ભમાં કરો.
એક માણસ મ્યુનિસિપાલિટીમાંથી આવતું પાણી વાપરે છે. પાણીની અછતને કારણે તે જમીન નીચે સંગ્રહ કરેલું પાણી વાપરે છે. તેને વિરેચક અસર વર્તાય છે. તો તેનાં કારણો શું હોઈ શકે ?
નાઇટ્રોજનનાં ઓક્સાઇડ વડે ક્ષોભ-આવરણમાં પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે ?
ખાલી જગ્યા પૂરો :
$(1)$ શિયાળામાં એન્ટાર્કટિકા ખંડ પર વિશિષ્ટ વાદળ રચાય છે. જેને .............. કહે છે.
$(2)$ પ્રદૂષણના જ્ઞાત સ્રોતને ... કહે છે.
$(3)$ પ્રદૂષણના અજ્ઞાત સ્રોતને ... કહે છે.
$(4)$ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા ......... અને હવામાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા ............ છે.
નીચેના માટે તમે હરિયાળું વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરશો ?
$(a)$ પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ ઘટાડવા
$(b)$ ડ્રાયક્લિનિંગમાં હાઇડ્રોજનયુક્ત દ્રાવકનો અને ક્લોરિનયુક્ત બ્લીચિંગનો ઉપયોગ ટાળવા.
$(c)$ સાંશ્લેષિત ડિટરજન્ટનો ઉપયોગ ઓછો કરવો.
$(d)$ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરવા.